પોરબંદર-દ્વારકા હાઇવે પર કર્ણાટકની બસને નડ્યો અકસ્માત, બે લોકોના મોત, 7ને ઇજા

પોરબંદર-દ્વારકા હાઇવે પર કર્ણાટકની એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોરબંદરમાં બસને નડ્યો અકસ્માત
સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસને દ્વારકા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. બસ ટ્રક સાથે અથડાઇ હતી.
બંધ પડેલી ટ્રક પાછળ બસ ઘુસી જતા બસમાં સવાર મુસાફરમાંથી બે લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતની ઘટનામાં સાત લોકોને ઇજા પણ પહોંચી છે.બનાવની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

