VIDEO: સમુદ્રમાં તિરંગો લહેરાવી ઉજવણી
સોર્સ : gstv
પોરબંદરમાં સ્વાતંત્ર્ય દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ સમુદ્રમાં ઉતરીને તિરંગો લહેરાવ્યો હતો. દેશભક્તિના રંગે રંગાયેલા સ્વિમર્સે દરિયાના મોજાં વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન સભ્યોએ ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવતો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્વિમિંગ ક્લબના સભ્યોએ સાહસ અને દેશપ્રેમનો સંદેશ આપતા આ અનોખી ઉજવણી કરી હતી. પોરબંદરના દરિયામાં યોજાયેલી આ ઉજવણીના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા અને લોકોમાં પણ દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

