Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પોરબંદર : complaint to the Election Commission regarding the banner of Lalit Vasoya-Mansukh Mandaviya

ઉપલેટા-ધોરાજીમાં લલિત વસોયા-મનસુખ માંડવીયાના ચૂંટણીલક્ષી બેનર બાબતે ચૂંટણીપંચને કરાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ઉપલેટા-ધોરાજીમાં લલિત વસોયા-મનસુખ માંડવીયાના ચૂંટણીલક્ષી બેનર બાબતે ચૂંટણીપંચને કરાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા અને ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાના ઉપલેટા-ધોરાજીમાં ચૂંટણીલક્ષી બેનર લાગ્યાં હતા. હવે આ બાબતે ધોરાજી શહેર ભાજપ પ્રમુખે પોરબંદરમાં ચૂંટણીપંચને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. 

App Store

ગત દિવસે લલિત વસોયા અને મનસુખ માંડવીયાની તસવીર સાથેના બેનર લાગ્યાં હતા. જે બાબતે  ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ બાલધાએ પોરબંદર ચૂંટણી અધિકારીની કચેરી તેમજ પ્રાંત કચેરીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે, જેમાં રજૂઆત કરી છે કે બેનરમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે તેમની હરીફ પાર્ટીના ઉમેદવારને ફાયદો થાય એ રીતનું છે. 

ઉલ્લેખનીય છે કે ઉપલેટા-ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા અને ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાના ફોટો અને લખાણો સાથેના બેનર લાગ્યાં હતા, જેમાં લખ્યું હતું - : આપણું કામ આવતાં પાંચ વર્ષમાં કોણ કરી શકશે?, પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર… એ કોણ?, પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર…એ કોણ?, મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે …એ કોણ?”