શાબાશ કાગડાપીઠ પોલીસ! થપ્પો કરીને ભાગી ગયેલા 'ગગા'ને ગણતરીના કલાકમાં ઝડપ્યો

Ahmedabad News : અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલા ચેઈન સ્ન્ચેચિંગના આરોપી હિતેશ વાઘેલા ઉર્ફે રોકીને ઝોન-6 એલસીબી સ્કવોડ અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરી નારોલ વિસ્તારમાંથી દબોચી લીધો છે. આરોપી ગુરુવારની રાત્રે 11.15 વાગ્યાની આસપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ભાગવામાં સફળ રહ્યો હતો.
રીક્ષામાં પેસન્જરને બેસાડીને કરતા હતા લૂંટ
ઝોન-2 LCB સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ઓટો રીક્ષામાં પેસન્જરને બેસાડીને તેમની નજર ચુકવીને મોબાઈલ, રોકડ રૂપિયા લૂંટી લેતા હતા. તો તેઓ રાત્રિના સમયે ખુલ્લા ઘરોમાં પ્રવેશ કરીને મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા હતા. આ ત્રણેય ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 9 મોબાઈલ ફોન, રીક્ષા અને રોકડ રૂપિયા દબોચ્યા હતા.
આરોપીઓના નામ
- હિતેશ ઉર્ફે રોકી રમેશ વાઘેલા
- ભાવેશ ઉર્ફે ભાવલો નટવરલાલ ચાવડા
- પ્રકાશ ઉર્ફે પિંટો ઉર્ફે દાતરો લક્ષ્મણ પરમાર
આ ત્રણ પૈકી બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ આરોપીઓ કાલુપુર સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડથી રીક્ષામાં પેસન્જરોને બેસાડતા હતા, પછી પેસેન્જરોની નજર ચૂકવીને રોકડ કે મોબાઈલ સેરવી લેતા હતા.

