VIDEO: પાટણના શંખેશ્વરમાં જેટકો દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
સોર્સ : gstv
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં જેટકો દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાનીચંદુર, મેમણા સહિત પાંચ ગામોમાં 220 કેવી સબ સ્ટેશનથી 66 કેવી લાઈન પ્રસ્થાપિત કરવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો પાટણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભારે ગરમી વચ્ચે ખેડૂતો ખાનગી વાહનોમાં આવી હાજર રહ્યા છતાં કલેક્ટર કે જેટકોના અધિકારીઓ હાજર ન રહેતાં અસંતોષ ફેલાયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે આપવામાં આવેલી નોટિસો સહી વગરની અને અધૂરી છે. ખેડૂતોે જમીન બચાવવા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

