Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Mamwada village of Siddhpur flooded due to heavy rains

VIDEO: સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશી અને મામવાડા ગામ ભારે વરસાદથી જળમગ્ન, ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યું

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં મેઘરાજાએ સમગ્ર રાજ્યને ઘમરોળી નાખ્યું છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મળતા અહેવાલ પ્રમાણે  પાટણના સિદ્ધપુર તાલુકાનું મામવાડા ગામ ભારે વરસાદના કારણે જળમગ્ન બન્યું છે.ગામમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો પોતાના ઘરોમાં અટવાયા હતા.સિદ્ધપુરનું ઐતિહાસિક રસુલ તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને કારણે અવરજવર ખોરવાઈ ગઈ છે.

App Store

પરિસ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી અટવાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું 

પરિસ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી અટવાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. વરસાદના કારણે ગામના રસ્તા અને ઘરોમાં પાણી ભરાયું હતું., જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગામમાં કમરડૂબ પાણી ભારાયા 

ગામમાં કમરડૂબ પાણી ભારાયા હતા અને કેટલીક જગ્યાએ તો ગળાડૂબ પાણી ભરાયું હતું., ભારે વરસાદથી સમગ્ર ગામ એક બેટમાં ફેરવાઈ ગયું હતું.  ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યની મદદની માંગ કરી છે. રાજ્યભરમાં મેઘરાજાએ આજે પોતાની તોફાની ઇનિંગ શરૂ કરી છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.