Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : two hospitals in Patan suspended after Khyati scandal

ખ્યાતિ કાંડ બાદ પાટણની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, આ રીતે થતો હતો દુરાચાર

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ખ્યાતિ કાંડ બાદ પાટણની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, આ રીતે થતો હતો દુરાચાર

ગુજરાતમાં આરોગ્ય અને સારવાર ક્ષેત્રમાં PMJAY(પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ઘોર બેદરકારીપૂર્વક કામ કરતી ખ્યાતિ હોસ્પિટલના કાંડની યાદો હજુ શમી નથી. એવામાં આરોગ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિને રોકવા ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સમગ્ર રાજ્યની હોસ્પિટલમાં તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમાં પાટણ જિલ્લામાં પણ ગેરવર્તણૂક ચાલતી હોવાનું સામે આવ્યું છે. PMJAY યોજના અંતર્ગત રાજ્યની પાંચ બાળકોની હોસ્પિટલોમાં ગેરરીતિઓ થતી હોવાનું બહાર આવ્યું છે, જેમાં રાજ્યની પાંચ હોસ્પિટલો પૈકી પાટણની બે હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

App Store

આ પણ વાંચો : ગુજરાત આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ભાજપે ખાનગી હોસ્પિટલોને લૂંટનું લાયસન્સ આપ્યું- કોંગ્રેસ

સત્તાવાર રીતે તપાસ કરતાં પાટણની હીર હોસ્પિટલ અને નિષ્કા હોસ્પિટલમાં વિવિધ ત્રુટિઓ જણાઈ હતી. હીર હોસ્પિટલમાં તપાસ દરમ્યાન 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિયોનેટર કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યાનું થયું  ફલીત થયું હતું. જેની જાણ થતાં હોસ્પિટલને  50,27,700ની રિકવરી અને પેનલ્ટી ભરવાનો આદેશ આપવમાં આવ્યો છે. તેમજ નિષ્કા હોસ્પિટલમાં 60 જેટલા રિપોર્ટમાં હોસ્પિટલની લેબેરેટરી સાથેની સાંઠગાંઠ ખુલતા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.