VIDEO: એનાલોગ પ્રોડક્ટ્સના પ્રતિબંધને લઈને વેપારી-અધિકારીઓ મુંઝવણમાં
સોર્સ : gstv
રાજ્ય સરકારે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પ્રતિબંધ મૂક્યાં બાદ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉપયોગ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકી દેવાયો છે. પાટણ જિલ્લામાં પણ સરકારના નિર્ણય બાદ વેપારીઓ મુંઝાયા છે. કેમકે ખરીદેલા માલનો સ્ટોક હજુ પણ નાના-મોટી વેપારીઓ અને દુકાનદારો પાસે પડ્યો છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ ઓફ ધ રેકોર્ડ કહ્યું કે, રાજ્ય સરકારે તો જાહેરાત કરી પણ આરોગ્ય કમિશન દ્વારા હજુ સુધી કોઈ સુચના મળી નથી. જેથી આગળની કામગીરીને લઈને સ્થાનિક અધિકારીઓ પણ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. સરકારના પ્રતિબંધ બાદ ખરીદેલો માલ કંપની પાછો ખરીદશે કે નહીં તેને લઈને પણ વેપારીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.

