Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : The plight of the Harij-Sankeshwar road in Patan district, resentment against the gross negligence of the system

VIDEO: પાટણ જિલ્લાના હારીજ-સંખેશ્વર માર્ગની દુર્દશા, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાકા રોડની સમસ્યા વર્ષો જૂની છે. લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડ ચોમાસામાં ધોવાઈ જાય છે અને મગરની પીઠ જેવા બની જાય છે. હારીજથી સંખેશ્વર વાયા મુજપુર-રૂનીનો મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા ચાર વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆતો છતાં ખાડા પૂરવાનું કે નવો રોડ બનાવવાનું કામ થયું નથી. જીએસટીવીના રિયાલિટી ચેકમાં આ રોડ પર વાહન ચલાવવું જોખમી સાબિત થયું છે, જેના કારણે વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય રહે છે. બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જવા મુશ્કેલ બન્યા છે. નજીકમાં જ પવિત્ર લોટેશ્વર તીર્થધામ હોવા છતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાય છે.

App Store