VIDEO: Patan / પરિણીતાનું ભેદી મોત; સાસરીમાં 24 વર્ષીય મહિલાનો મૃતદેહ મળતા ચકચાર
સોર્સ : GSTV
પાટણ જિલ્લાના સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતા કાયનાતબાનુનું ભેદી સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. 7 મેના રોજ વહેલી સવારે સાસરીમાં યુવતીનો મૃતદેહ મળી આવતા પિતા મુસ્તુફાભાઈ ઝાલોરીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાયનાતબાનુના લગ્ન ફરકાન સિપાઈ સાથે થયા હતા. મોતનું કારણ ગળેફાંસો છે કે અન્ય કોઈ ગંભીર બાબત, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પિતાની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું સચોટ કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાસરી પક્ષમાં બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, જેનો ખુલાસો પોલીસ તપાસ બાદ જ થશે.

