VIDEO: GPCBના દરોડા, STP પ્લાન્ટ બંધ મળતાં નગરપાલિકા સામે સવાલો
સોર્સ : gstv
પાટણના ખાનસરોવર નજીક આવેલા બહુચર પમ્પિંગ સ્ટેશનમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન STP પ્લાન્ટ અને ક્લોરીનેશન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ હાલતમાં મળી આવ્યા હતા. શુદ્ધિકરણ કર્યા વિના ગંદુ પાણી સીધું વત્રાસર તળાવ તરફ જતી સિંચાઈ કેનાલમાં છોડાતું હોવાનો ખુલાસો થયો હતો. GPCBની ટીમે ઇનલેટ, આઉટલેટ અને ગટર વિસ્તારના પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે નગરપાલિકાની ગંભીર બેદરકારી ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

