VIDEO: પાટણ યુથ કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, રાંધણ ગેસના બાટલાની અછત અને મોંઘવારીના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર
સોર્સ : gstv
પાટણમાં રાંધણ ગેસના બાટલાની અછત, અસહ્ય ભાવવધારો અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં પાટણ યુથ કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા પાસે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રોડ પર બેસી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડવા માટે યુથ કોંગ્રેસના 10 જેટલા આગેવાનો અને કાર્યકરોની ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

