Patan news: સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં જમીનમાં જૈન મૂર્તિઓ મળી, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : gstv
ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં જમીનમાં જૈન મૂર્તિઓ મળી આવી છે. સરકારી હોસ્પિટલ નજીક 66 કેવી જેટકો લાઇન નાખવાની કામગીરીને લઈને ખોદકામ ચાલી રહ્યું હતુ..તે દરમિયાન આરસની આ મૂર્તિઓ મળી છે.
આ મૂર્તિઓ અંદાજે દોઢ ફૂટ ઉંચાઈ ધરાવતી મુતિઓ
આ મૂર્તિઓ અંદાજે દોઢ ફૂટ ઉંચાઈ ધરાવતી મુતિઓ છે. એક દસક પહેલા હોસ્પિટલની કામગીરી દરમ્યાન મૂર્તિઓ મળી હતી હતી..હાલ આ મૂર્તિઓને સરકારી હોસ્પિટલમાં મુકવામાં આવી છે.

