VIDEO: ૧૫૦મા વિશ્વ ટપાલ દિવસે પાટણની પોસ્ટ ઓફિસોનું આધુનિકીકરણ: 'Gen Z' લુક સાથે નવી ઓળખ
સોર્સ : gstv
આજે ૧૫૦મા વિશ્વ ટપાલ દિવસે પાટણ જિલ્લાની ૨૪૨ ગ્રામીણ અને ૫ શહેરી પોસ્ટ ઓફિસો બદલાતા યુગ સાથે આધુનિક બની રહી છે. ડિજિટલ યુગમાં પરંપરાગત પત્રો ઘટ્યા છે, પરંતુ દરરોજ ૧૦૦૦ ટપાલ અને ૬૦૦ પાર્સલ સાથે વિશ્વાસ અકબંધ છે. 'Gen Z પોસ્ટ ઓફિસ' અને કોર્પોરેટ લુક જેવા આધુનિકીકરણ, બેન્કિંગ તેમજ પાર્સલ સેવાઓ દ્વારા પોસ્ટ વિભાગ આધુનિક ટેકનોલોજી અને ખાનગી કુરિયર કંપનીઓ વચ્ચે પોતાની નવી ઓળખ બનાવી રહ્યો છે.

