Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Mahant Baldevanath arrested after movement of Chaudhary Samaj in case of beating of Ajmalbhai Chaudhary in Patan

VIDEO: પાટણમાં અજમલભાઈ ચૌધરીને માર મારવાના કેસમાં ચૌધરી સમાજના આંદોલન બાદ મહંત બળદેવનાથની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણમાં અજમલભાઈ ચૌધરીને દેવ દરબાર કરી માર મારવાના ગંભીર મુદ્દે ચૌધરી સમાજ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી મહંત બળદેવનાથની ધરપકડની માંગ સાથે ન્યાય માટે મેદાનમાં ઉતરી ઠેર ઠેર સંમેલનો યોજવામાં આવ્યા હતા. આ ભારે લોકદબાણ અને વિરોધ વચ્ચે આખરે પોલીસે કાર્યવાહી કરીને મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરી લીધી છે અને તેમને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. આ અંગે સામાજિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સમર્થકોને માહિતી આપતા જણાવ્યું હતું કે બળદેવનાથને પોલીસ સ્ટેશન લાવવાના સમાચાર મળ્યા છે, ત્યારે તેમણે સમાજના તમામ યુવાનોને કાયદો હાથમાં લીધા વગર અને કોઈપણ જાતના ઉશ્કેરાટ વિના સંપૂર્ણ શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

App Store