VIDEO: સિદ્ધપુરમાં પાંદડાંના હિંડોળા યોજાયા
સોર્સ : gstv
ભગવાન સ્વામિનારાયણ સંવત ૧૮૬૧માં વિજાપુરથી હરિભક્તો અને રાજા-મહારાજાઓ સાથે સિદ્ધપુર પધાર્યા હતા. જ્યાં તેમનાં ચરણારવિંદ મોજૂદ છે તે પવિત્ર સ્થળે નિર્મિત મંદિરમાં હિંડોળા ઉત્સવ ઉજવાયો હતો. અગાઉ અહીં ફૂલ, સૂકા મેવા, નોટો, કઠોળ અને વસ્ત્રોના હિંડોળા રચાયા હતા, ત્યારે આજે વૃક્ષોના વિવિધ પાંદડાંની સુંદર આંગી સજાવામાં આવી હતી.. આ મનોરમ દર્શનનો લાભ લઈ ભક્તો ધન્ય થયા હતા.

