VIDEO: સમીની શાળાઓમાં સુવિધાનો અભાવ, વાલીઓમાં રોષ
સોર્સ : gstv
પાટણના સમી તાલુકાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોડેલ સ્કૂલના બોયઝ હોસ્ટેલમાં ગૃહપતિ અને રસોયા ન હોવા તેમજ મેનુ મુજબ ભોજન ન મળતું હોવાના આક્ષેપ સાથે DPEOને રજૂઆત કરાઈ છે. વાલીઓ પીવાના પાણીની બોટલમાં જીવતી ગરોળી લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમરાપુર પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પાંચ દિવસમાં ઉકેલ લાવવાની માંગ સાથે ઉકેલ નહીં આવે તો ટ્રેક્ટર ભરીને DPEO કચેરીએ ધરણા કરવાની વાલીઓએ ચીમકી આપી છે.

