VIDEO: રાધનપુર-પાલનપુર હાઇવે પર અંબિકા મીલ પાસે પાણીના ટેન્કરને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત
સોર્સ : gstv
પાટણના રાધનપુર-પાલનપુર હાઇવે પર સીનાડ નજીક અંબિકા મીલ પાસે ડિવાઇડરમાં પાણી છાંટવાની કામગીરી કરી રહેલા પાણીના ટેન્કરને એક ટ્રકે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરશન દેવીપૂજક નામના શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ૧૦૮ ઇમર્જન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. હાઇવે પર સેફ્ટી સાધનોના અભાવ અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે.

