Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Folk singer Kinjal Rabari returns to her home amid love marriage controversy

Patan: પ્રેમ લગ્નના વિવાદ વચ્ચે લોક ગાયિકા કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Patan: પ્રેમ લગ્નના વિવાદ વચ્ચે લોક ગાયિકા કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી
સોર્સ : gstv

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલો હવે થાળે પડતો જણાય છે. કિંજલ રબારી આખરે પોતાના વતન રાધનપુરના સીનાળ ગામે પિતાના ઘરે પરત આવી પહોંચી છે.

App Store

નોંધનીય છે કે, થોડા સમય પહેલા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાની વાત વહેતી કરી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ સમાજ અને સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને સવાલો ઊભા થયા હતા. આ મામલે કિંજલના પરિવારજનો અને સામાજિક આગેવાનોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. તમામ અટકળો અને વિવાદોની વચ્ચે, કિંજલ રબારી હવે સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી છે. તેના વતન પરત ફરવાના સમાચાર મળતા જ તેના ચાહકો અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. ગાયિકાના ઘરે પરત ફર્યા બાદ આ વિવાદનો હવે અંત આવશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.