Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Child selling scam in Patan MLA Kirit Patel makes serious allegations

VIDEO : દીકરીના 5 લાખ, દીકરાના 10 લાખ!, પાટણમાં બાળક વેચવાના કૌભાંડ મામલે મોટા આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News

Patan Child selling scam : પાટણમાં બાળક વેચવાના કૌભાંડ મામલે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટા આક્ષેપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે પાટણમાં બાળકોને વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે સમગ્ર પાટણ જિલ્લા માટે ગંભીર બાબત છે, આવી બાબતો ગુજરાતના સામાજિક જીવનને મોટી અસર કરે છે. પોલીસ દ્વારા આ બાબતે ઢીલી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં મોટા માથાઓને દૂર રાખવામાં આવી રહ્યા છે.

App Store

ધોરણ-10 ભણેલો વ્યક્તિ 10 દસ વર્ષથી જિલ્લામાં ગેરકાયદેસર રીએ તબીબી પ્રેક્ટિસ કરતો હતો તે વહીવટી તંત્ર આરોગ્યતંત્ર, અને પોલીસને ખબર નહીં હોય? કિરીટ પટેલે આ બાબતે SITની રચના કરવાની માંગ કરી છે. 

તેમણે કહ્યું કે આ આરોપીએ 10થી વધુ બાળકો વેચ્યા છે, જેમાં દીકરી માટે 5 લાખ અને દીકરા માટે 10 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. 

આ સાથે કિરીટ પટેલે કહ્યું કે આરોપી કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય તો પણ સરકારે ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરવી જોઈએ. આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી સરકાર દ્વારા તપાસ કરવામાં નહીં આવે તેવી પણ આશંકા તેમણે વ્યક્ત કરી છે.