Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Bootleggers became unruly as installments were being received by the police

Video: પોલીસને હપ્તા પહોંચતા હોવાથી બુટલેગરો બેફામ બન્યા, પાટણના ભાજપ સાંસદ-ધારાસભ્યએ દારૂના અડ્ડા બંધ કરાવવા કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે હવે સત્તાધારી પક્ષના નેતાઓએ જ મોરચો માંડ્યો છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં SP કચેરીએ પહોંચ્યા હતા.

App Store

બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માંગ

ઠાકોર સમાજના બંધારણ મુજબ ગામડાઓમાં દારૂબંધી કરાવવા માટે શરૂ થયેલી જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરી સામે નેતાઓએ રોષ વ્યક્ત કર્યો છે. આગેવાનોએ સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસને હપ્તા પહોંચતા હોવાથી બુટલેગરો બેફામ બન્યા છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે SP ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.