Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Parvadhiraj Paryushan Mahaparva begins today! Know the strict rules for eight days

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ! જાણો આઠ દિવસના કઠોર નિયમો

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ! જાણો આઠ દિવસના કઠોર નિયમો
સોર્સ : gstv

જૈન ધર્મના સૌથી પવિત્ર અને આલૌકિક તહેવાર 'પર્યુષણ મહાપર્વ'નો મંગળવાર, આઠમી સપ્ટેમ્બર, 2026થી એટલે આજથી  ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે. જૈન પરંપરામાં પર્યુષણને તહેવારોનો રાજા એટલે કે 'પર્વાધિરાજ' કહેવામાં આવે છે. આ દિવસો ઉત્સવ કે ઉજવણીના નહીં પરંતુ આત્મનિરીક્ષણ, તપસ્યા, સંયમ, મૌન અને ક્ષમાપનાના દિવસો છે.

App Store

પર્યુષણને તહેવારોનો રાજા એટલે કે 'પર્વાધિરાજ' કહેવામાં આવે છે

પર્યુષણનો અર્થ થાય છે પોતાના આત્માની નજીક રહેવું અને કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)નો ત્યાગ કરવો. આ આઠ દિવસો દરમિયાન જૈન ઉપાશ્રયો અને જિનાલયોમાં તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર દર્શાવતા પવિત્ર ગ્રંથ 'શ્રી કલ્પસૂત્ર'નું વાંચન અને મહાવીર જન્મવાંચન ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.

સંવત્સરી અને વૈશ્વિક ક્ષમાપના (મિચ્છામિ દુક્કડમ્):


પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે 'સંવત્સરી', જેને મહાપર્વનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. સંવત્સરીના દિવસે જૈન ધર્માનુયાયીઓ નાના-મોટા તમામ જીવો અને સ્વજનો સમક્ષ હાથ જોડીને કહે છે મિચ્છામિ દુક્કડ્ડમ્...
"ખામોમી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે। મિત્તિ મે સવ્વ ભુયેસુ, વેરં મજ્ઝં ન કેણઈ॥"
(હું વિશ્વના તમામ જીવોને ક્ષમા કરું છું અને તમામ જીવો મને ક્ષમા કરે, મારે બધા સાથે મિત્રતા છે, કોઈ સાથે વેર નથી.)