Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : partial relief from heat in the state, temperature likely to drop by 2 to 3 degrees

VIDEO: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે. આગામી છ દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશઃ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યમાં હિટવેવનું કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટ અને અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદમાં 43.1 અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. સાથે જ 26 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

App Store