ખેડૂતોના દેવા માફ કરવા અંગે પરેશ ધાનાણીનું ટ્વીટ, જન પ્રતિનિધિઓને જવાબદારી નિભાવવા કરી ટકોર
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની વ્હારે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની વ્હારે આવી છે. અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રાજનેતાઓને જવાબદારીઓ નિભાવવા અંગેની ટકોર કરી છે. પરેશ ધાનાણીએ જન પ્રતિનિધિએ જવાબદારી ઉઠાવોના શીર્ષક તળે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, જન પ્રતિનિધીને જવાબદાર બનાવો, હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો. સૌના રાજકીય આંચળા ઘરે જ ઉતરાવો, પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચુકવાવો. બધાય સરપંચોનો દરવાડજો ખખડાવો, ગામે-ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો. ગામે-ગામની પંચાયતોના ઠરાવ કરાવો, નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો. તાલુકા- જીલ્લા પંચાયતના સભ્યોને જગાવો, ગ્રામસભાઓમાં દેવામાફીના નારા લગાવડાવો. સૌ ધારાસભ્ય અને સંસદોના ઘરે ઘરે જાઓ, સંપૂર્ણ દેવામાફીના જાહેર પત્રો લખાવડાવો. તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો, હોય આપ-બાપ કે કોંગ્રેસ સૌને સાથે લાવો. સૌ જન પ્રતિનિધિઓ હવે જાતે જ સુધરી જાઓ, જે ના સમજે એ બધાને શાનમાં સમજાવો.



