VIDEO: પાવાગઢ ભૂસ્ખલન બાદ તંત્રની દોડધામ, જોખમી શિલાઓ તપાસવા સ્પેશિયલ ટીમની રચના
સોર્સ : GSTV
પાવાગઢમાં થયેલા ભૂસ્ખલન અને તેમાં બે વ્યક્તિઓના મોત બાદ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ છે. ડુંગર પર આવેલી જોખમી શિલાઓની સ્થિતિ અને સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવા માટે વિશેષ ઇન્સ્પેક્શન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં મહેસૂલ વિભાગ, જાહેર બાંધકામ વિભાગ, વન વિભાગ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બે વર્ષ અગાઉ પણ ચોમાસા દરમિયાન મહાકાય શિલાઓ પગથિયાં સુધી ધસી આવી હતી, જોકે ત્યારે કોઈ જાનહાની થઈ નહોતી. આ વખતે બે લોકોના મોત અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તંત્રએ સાવચેતીના પગલાં ઝડપી લીધા છે.

