VIDEO: Panchmahal / કનેલાવ તળાવમાં ચાલી રહેલા ખોદકામ મામલે તંત્રની કડક કાર્યવાહી, 8 થી વધુ વાહનો અટકાવાયા
સોર્સ : GSTV
પંચમહાલના ગોધરામાં આવેલા કનેલાવ તળાવમાં ચાલી રહેલા ખોદકામ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક મામલતદારની આગેવાની હેઠળ સ્થળ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આઠથી વધુ શંકાસ્પદ વાહનો અટકાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ખોદકામ કાયદેસર છે કે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે, તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા સ્થળ પર જ જવાબદાર વ્યક્તિઓ અને સંભવિત માફિયાઓના નિવેદનો લેવામાં આવ્યા છે, ત્યારે તપાસના અંતે શું સત્ય બહાર આવશે તેના પર સૌની નજર ટકેલી છે.

