Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : ST bus catches fire near Mandra Chowkdi in Deogarh Bariya

VIDEO: દેવગઢ બારીઆના મેન્દ્રા ચોકડી પાસે ST બસ આગમાં બળીને ખાખ થઈ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવગઢ બારીઆના મેન્દ્રા ચોકડી પાસે વડોદરાથી આવી રહેલી સરકારી ST બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી આગના ગોટેગોટા નીકળતા જ વાતાવરણમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો અને મુસાફરોની સમયસૂચકતાના કારણે ડ્રાઇવર, કંડક્ટર અને બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવના પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને ડેપો મેનેજર, પોલીસ તંત્ર અને ST વિભાગના અધિકારીઓ તુરંત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

App Store