VIDEO: ગોધરામાં ગેસ સિલિન્ડરની અછતને લીધે પ્રભાબાનું રસોડું બંધ, દૈનિક 1500 ગરીબોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડતી સેવા અટકી પડી
સોર્સ : GSTV
પંચમહાલના ગોધરામાં ગેસ સિલિન્ડરની અછતના કારણે શ્રીજીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રભાબાનું રસોડું હાલ બંધ કરવાની ફરજ પડી છે. રોજબરોજ 1500 જેટલા ગરીબોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડતી આ મહત્વપૂર્ણ સેવા અટકી પડતા હજારો લોકો ભોજનના સંકટમાં મુકાયા છે. ટ્રસ્ટના સંચાલકોએ આ ગંભીર મુદ્દે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને રજૂઆત કરી તાત્કાલિક ગેસનો જથ્થો ફાળવવા માંગ કરી છે, જેથી આ પુણ્યનું કાર્ય ફરી શરૂ થઈ શકે.

