VIDEO: નવરાત્રિ પૂર્વે પંચમહાલ પોલીસની બેઠક
સોર્સ : gstv
પવિત્ર નવરાત્રિ મહોત્સવ પૂર્વે પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે એસપી ડૉ. હરેશ દૂધાતના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવરાત્રિના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. ગરબા મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, મહિલાઓની સલામતી અને ટ્રાફિક નિયંત્રણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એસપી ડૉ. હરેશ દૂધાતે તમામ આયોજકોને પોલીસ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. તહેવાર શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા આયોજકોને સૂચના આપવામાં આવી છે.

