VIDEO: હોટલો ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ, ગેસ સિલિન્ડર જપ્ત કરાયા
પંચમહાલના શહેરા નગરમાં મામલતદાર સાથે તેમની ટીમ દ્વારા ગેસ કનેક્શનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરસાણની હોટલો અને ખાણી પીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરનું ડોમેસ્ટિક અને કોમર્શિયલ કનેક્શનનું ચેકિંગ કરાયુ હતું. ચેકિંગ દરમિયાન ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું. 23 જેટલા ડોમેસ્ટિક અને 9 કોમર્સિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરી સિઝ કરીને કાર્યવાહી કરવામાં આવી.

