Panchmahal news: ગોધરામાં પરીણિત મહિલા મળી મૃત હાલતમાં, સ્વજનોને હત્યાની શંકા

સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરામાં પરીણિત મહિલા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. હોલસેલ વેપારીની પત્નીનો મૃતદેહ બંગલામાંથી મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાની હત્યા કરાઈ હોવાની શંકા સ્વજનો ધ્વારા વ્યક્ત કરાઇ છે.
ગોધરાની શાંતિ પ્રકાશ સોસાયટીના બંગલામાંથી પરીણિત મહિલા મૃત હાલતમાં મળી આવી છે. હોલસેલ વેપારીની પત્નીનો મૃતદેહ બંગલામાંથી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક પરિણીતા વિદ્યા ચંદવાણીની હત્યા કે આત્મહત્યા થઇ તે મામલે શહેર એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પરિણીતાના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મહિલાની હત્યા કરાઈ હોવાની શંકા સ્વજનો ધ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

