VIDEO: પંચમહાલ જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, જાણો ભાજપે કોને પ્રમુખ પદ માટે કર્યા જાહેર
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી આવતીકાલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહેશે. ભાજપે વેજલપુર બેઠકના નિરજ પટેલને પ્રમુખ પદ માટે જાહેર કર્યા છે, જ્યારે હાલોલની તરખંડા બેઠકના મહેન્દ્રસિંહ ચાવડા ઉપપ્રમુખ અને શહેરાની બોરિયા બેઠકના મગન પટેલીયાને કારોબારી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

