Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Cyclone damage to normal crops, natural farming crops remained intact

VIDEO:વાવાઝોડામાં સામાન્ય પાકને નુકસાન, પ્રાકૃતિક ખેતીનો પાક રહ્યો અડીખમ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્ય ગુજરાતમાં સોમવારે રાત્રે આવેલા વાવાઝોડા સાથેના વરસાદમાં ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે તેનાથી વિપરીત પ્રાકૃતિક ખેતીથી ઉભો થયેલો પાક ખેતરોમાં અડીખમ ઉભો છે. પ્રાકૃતિક ખેતીથી ઉછરેલો છોડ મજબૂત હોવાને કારણે ભારે પવન તેમજ વરસાદથી તેને નુકસાન થતું નથી તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. સોમવારે રાત્રે હાલોલ પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. જેમાં ખેતરમાં ઉભેલો પાક ઢળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તેની સામે હાલોલની નેચરલ ફાર્મિંગ રિસર્ચ યુનિવર્સટીમાં જૈવિક ખેતીથી ઉછરેલા બાજરીનો પાક તેમજ અડદનો પાક ઢળ્યો નથી. પ્રાકૃતિક ખેતીના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ પ્રાકૃતિક રીતે કરાયેલી ખેતીમાં ઉછરેલા છોડને ને મૂળમાંથી જોઈએ એટલા પોશાક તત્વો મળે છે. જેને કારણે છોડના થડની પેશીઓ મજબૂત બને છે. ભારે વરસાદ કે વાવાઝોડામાં આવા છોડ ઢળી પડતા નથી અને નુકસાન થતું નથી.

App Store
ટોપિક્સ:GSTVNEWSHALOLCyclone