Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: Heavy rains in Navsari district cause water level in Cauvery river to rise

VIDEO: નવસારી જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીમાં જળસ્તર વધ્યું

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2025
લાઇવ ટીવીGoogle News

VIDEO: નવસારી જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને લીધે નવસારીની કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે કાળઝાળ ગરમી સહન કરતા લોકોને રાહત થઈ હતી. આ ઉપરાંત કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા તડકેશ્વર મંદિર પાણીમાં જળમગ્ન થયું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા કોઝ-વે પરથી પાણી વહેતા થયા હતા. 

App Store

નવસારી શહેર સહિત ગ્રામ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે ખેડૂતો આનંદમાં આવી ગયા છે. વાવણીલાયક વરસાદની પ્રતીક્ષા કરી રહેલા જગતના તાતની આનંદની સીમા રહી નથી.