VIDEO: નવસારીમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક
સોર્સ : gstv
નવસારી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને સ્થાનિક જનહિતના પ્રશ્નો અંગે વહીવટી તંત્ર સાથે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. કલેક્ટર, પ્રભારી સચિવ અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને સમયસર નિવારણ લાવવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા, જેથી જિલ્લામાં વિકાસની ગતિ જળવાઈ રહે અને નાગરિકોને સુવિધા મળી રહે.

