VIDEO: કેન્દ્ર સરકારે ખાંડના ભાવ અંકુશમાં રાખવા અને સ્થાનિક બજારમાં પુરતો જથ્થો જાળવી રાખવા માટે મોટો નિર્ણય લીધો
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે ખાંડના ભાવ અંકુશમાં રાખવા અને સ્થાનિક બજારમાં પુરતો જથ્થો જાળવી રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. વાણિજ્ય મંત્રાલયે 13 મે 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાંથી હવે પ્રોહિબિટેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આની સીધી અસર જોવા મળી રહી છે. ગણદેવી સુગર મિલમાં આ વર્ષે સાત લાખ ટન શેરડીનું ક્રશિંગ થયું હતું અને 56 હજાર ક્વિન્ટલ ખાંડ નિકાસ માટે તૈયાર હતી, જે હવે સ્થાનિક બજારમાં વેચવી પડશે. તહેવારો પહેલાં ખાંડ મોંઘી ન થાય તે માટે આ નિર્ણય લેવાયું છે.

