VIDEO: પૂર્ણા નદીના પૂરે રોક્યો સુરત-નવસારી હાઇવેનો વ્યવહાર
સોર્સ : gstv
નવસારી અને સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પૂર્ણા નદીના પૂરમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. નદી બે કાંઠે વહેતા હાઇવે પરથી પાણી ફરી વળ્યા છે અને કાર કે બાઈકચાલકો જોખમી રીતે પસાર ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીપદ પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે દૈનિક હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ ભારે વરસાદ અને પૂર્ણાના જળસ્તર વધવાને કારણે સુરત-નવસારી વચ્ચેનો મહત્વનો ઇન્ટરસિટી રોડ માર્ગ અસ્થાયી રૂપે ખોરવાયો છે.

