VIDEO: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી બસ સેવા પ્રભાવિત
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે અને અનરાધાર વરસાદના કારણે જનજીવનની સાથે પરિવહન સેવાઓને પણ માઠી અસર પહોંચી છે. અતિશય વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિના પગલે એસટી નિગમની બસ સેવાઓ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં બસ રૂટો રદ કરવાની ફરજ પડી છે.જેમાં નવસારી જિલ્લામાં 13 રૂટની 44 ટ્રિપ, વલસાડ જિલ્લામાં 20 રૂટની 169 ટ્રિપ તેમજ સુરત જિલ્લામાં 1 રૂટની 4 ટ્રિપ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા અને સલામતી માટે વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

