Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari woman trapped in Belarus, asked to work in a stable

Video: Navsariની મહિલા બેલારૂસમાં ફસાઈ, પેકિંગની નોકરી અપાવવાનું કહી તબેલામાં કામ કરવા આપી દીધું!

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિદેશમાં નોકરીની લાલચે વધુ એક વખત ગુજરાતી સાથે ઠગાઈની ઘટના બની છે. નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઇ છે. ફળોના પેકિંગની નોકરી કરી સાતથી આઠ કલાકના 70થી 80 હજાર મળશે તેવી લાલચે ગયેલી નવસારીની મહિલા બેલારુસમાં ફસાઈ છે. આ મહિલા દેવુ કરીને બેલારૂસ ગઈ હતી,પરંતુ તેને ગાયના તબેલામાં કામ કરવા આપી દીધું. હવે તેની પાસે ભારત ફરવા માટે રિટર્ન ટિકિટના રૂપિયા પણ નથી. વડોદરાના એજન્ટે તેની સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે.

App Store

તબેલામાં કામ કરવા માટે મજબૂર

ફુડ પેકિંગનું કામ કરવાનું કહીને તેને બેલારૂસ મોકલવામાં આવી પરંતુ ત્યાં તબેલામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવી છે. એટલું જ નહી તેને તબેલામાં પૂરી દેવામાં આવી અને એજન્ટે નંબર પણ બ્લોક કરતા હવે તે નિરાધાર થઈ છે. તેણે આક્ષેપ કર્યો તેના જેવા કેટલાય લોકો સાથે છેતરપિંડી થઈ છે અને તેમને ત્યાંથી કાઢવામાં આવે.