VIDEO: નવસારી: ગાયકવાડી કાળના ૩૮૫ વર્ષ જૂના આશાપુરી મંદિરે આસો નોરતે ઉમટ્યા ભક્તો, જાણો ઇતિહાસ
સોર્સ : gstv
નવસારીના દુધિયા તળાવ પાસે આવેલું ગાયકવાડી શાસનનું પ્રતિક એવું ૩૮૫ વર્ષ જૂનું આશાપુરી માતાનું મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. આસો નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી....લોકવાયકા મુજબ ગાયકવાડી શાસનમાં સપનાના આધારે જમીન ખોદાવતા આ દૈવી મૂર્તિ પ્રગટ થઈ હતી, જેમાં માતાજીએ સુબાની મનોકામના પૂર્ણ કરી હતી. આ મંદિરમાં માં આશાપુરી સાથે માર્કન્ડેય ઋષિ અને ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે. નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના આ પૌરાણિક મંદિરે ભક્તો અષ્ટમીના હવન અને શૃંગારિત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

