Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Leopard entered people's houses and created terror

VIDEO/ Navsariમાં દીપડાએ લોકોના ઘરમાં ઘુસી આતંક મચાવ્યો, 4 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2025
લાઇવ ટીવીGoogle News

Navsari News: નવસારીમાં એક દીપડાએ ગામમાં આવીને ભારે આતંક મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કપડવંજ ગામે નાના ફળિયામાં દીપડો ઘરમાં ઘૂસીને ચાર લોકોને હેરાન કરી બીજા ઘરમાં ઘૂસી ગયો છે. જેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

App Store

ઘરમાં સામાન વેર વિખેર પડ્યો છે જે ઘરમાં હુમલો કર્યો હતો એ ચાર લોકોને ઘાયલ કર્યા છે. ઈજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. દીપડો જે ઘરમાં ભરાયો છે ત્યાં વન વિભાગ દ્વારા ટ્રેસ કરીને ડાર્ટ ગન દ્વારા બેહોશ કરીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારી વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે.