VIDEO: વરસાદી કહેરમાં ઝીંગા ઉદ્યોગને કરોડોનું નુકસાનનો અંદાજ
સોર્સ : gstv
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે દાંડી દરિયા કિનારે આવેલા ઝીંગા ઉછેરના અનેક તળાવો ઓવરફ્લો થઈ તૂટી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તળાવોમાંથી ઝીંગા પાણીમાં તણાઈ જતા સ્થાનિક લોકો જાળીઓ અને અન્ય સાધનો સાથે દરિયા કિનારે ઝીંગા પકડવા ઉમટી પડ્યા છે. ઘણા લોકો પકડાયેલા ઝીંગાનો ઘરવપરાશ તેમજ બજારમાં વેચાણ કરીને આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાર્ષિક 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા નવસારીના ઝીંગા ઉછેરકોને આ કુદરતી આફતથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. ચીન, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં નિકાસ થતો ઝીંગા ઉદ્યોગ હાલ ભારે નુકસાન અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે.

