Navsari news: પૂર્ણા નદી પરથી કૂદેલા 300થી વધુ લોકોના જીવ શખ્સે બચાવ્યા, જાણો માનસેવા કરતા રાજુ હળપતિ વિશે

સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં કોઈને આપઘાત કરતા રોકવું એ સૌથી મોટી માનવસેવા છે. નવસારી શહેરમાં પૂર્ણા નદી પરનો બ્રિજ લાંબા સમયથી સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત છે. અહીં અનેક લોકો અલગ-અલગ કારણોસર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવે છે.
રાજુભાઈ હળપતિએ 300થી વધુ લોકોના જીવ બચાવ્યા
નદીની બાજુમાં કાચા મકાનમાં રહેતા રાજુભાઈ હળપતિ છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં વસવાટ કરે છે. રાજુભાઈએ અંદાજીત 300થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. નદી પાસે રહેતા હોવાથી, કોઈ ઝંપલાવે ત્યારે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં કૂદીને તેમને બચાવે છે. આ બહાદુરી બદલ નવસારી નગરપાલિકાએ તેમને માત્ર સર્ટિફિકેટ આપી બિરદાવ્યા છે.
પૂર્ણા નદીના પુલ પર લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાશે
ગુજરાત રાજ્યમાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ વર્ષો જૂના પુલની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્ણા નદીના પુલ પર લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે તે અગાઉ ભારે વાહનો માટે આ બ્રિજ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે બે માર્ગ પરથી ડાયવર્ઝન આપી વાહનોને શહેરમાં પ્રવેશવા દેવાય છે જો બ્રિજ ની કેપેસિટી નો રિપોર્ટ યોગ્ય ન આવે તો કદાચ નવો બ્રિજ પણ બની શકે છે જેમાં જો નવો બ્રિજ બને તો તેમાં પ્રોટેકશન ગ્રીલ લગાવવામાં આવે તેવી માંગ શહેરમાંથી ઉઠી છે.

