Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : A driver busy on his mobile phone hit a father and son, both died on the spot

Navsari news: મોબાઈલ પર વ્યસ્ત કારચાલકે પિતા-પુત્રને અડફેટે લીધા, બંનેના ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Navsari news: મોબાઈલ પર વ્યસ્ત કારચાલકે પિતા-પુત્રને અડફેટે લીધા, બંનેના ઘટનાસ્થળે જ મોત
સોર્સ : GSTV

નવસારી-મરોલી રોડના સાગર ઓવરબ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

કાર ચાલક મોબાઈલ પર વાત કરતા વાહન હંકારી રહ્યો હતો

નવસારીના મરોલી રોડ પરના સાગર ઓવર બ્રિજ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયુ છે. પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી કારે બાઈકને ટક્કર મારી હતી. કાર ચાલક મોબાઈલ પર વાત કરતા કરતા કાર હંકારી રહ્યો હતો. આ સમયે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતનો ભોગ બનેલા શખ્સનું બ્રિજ પર મોત થયું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. કાર ચાલકને સામાન્ય ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મરોલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મરોલી સિવિલ ખસેડ્યા છે.