Navsari news: વાડીના બાંધકામ પેટે બાકી રકમ ન ચૂકવી 38 લાખની ઠગાઈ આચરાઈ, 4 સામે ગુનો દાખલ

સોર્સ : GSTV
નવસારીના દરજી સમાજની વાડીના બાંધકામમાં લાખોની છેતરપિંડી મામલે ૪ શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. 'શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ'ની વાડીના બાંધકામ પેટે બાકી નીકળતી રકમ ન ચૂકવી વિશ્વાસઘાત કરાયો હતો. નવસારી ટાઉન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચાર સામે ફરિયાદ નોંધાઈ
નવસારીના આશાનગર વિસ્તારમાં આવેલી શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળની વાડીના બાંધકામમાં લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વાડીના બાંધકામ પેટે બાકી નીકળતી ૨૮.૨૪ લાખની રકમ અને ડિપોઝિટના ૧૦.૬૦ લાખ મળી કુલ ૩૮.૮૪ લાખની ચુકવણી ન કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે નવસારી, સમરોલી અને મુંબઈના રહીશ એવા હેમંત ટેલર, સંદિપ ટેલર અને પ્રવિણ ટેલર સહિત ૪ શખ્સો સામે ગુનો દાખલ થયો છે.

