મેઘો અનરાધાર: નવસારીના ખેરગામમાં 18 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની પણ હાલત બગડી ગઇ.

નવસારીના ખેરગામમાં જળબંબાકાર
ગુજરાતના વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું. નવસારીના ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી. જ્યારે બીજી બાજુ તેના બાદ ડાંગના આહવા વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

