Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : VIDEO: Strict attitude of administration in Narmada, bulldozers on illegal houses of high officials for violation of conditions

VIDEO: નર્મદામાં વહીવટી તંત્રનું કડક વલણ, શરતભંગ બદલ ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લામાં આજે વહીવટી તંત્રએ કાયદાના શાસનનો દાખલો બેસાડ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વરમાં વર્ષ 2019માં ફાળવવામાં આવેલી સરકારી જમીન પર શરતભંગ થતાં તંત્રએ લાલ આંખ કરી છે. અહીં 13 ઉચ્ચ અધિકારીઓને જમીન ફાળવાઈ હતી, જેમાંથી 7 અધિકારીઓએ મકાન બાંધ્યા હતા. તંત્ર દ્વારા નોટિસ પાઠવ્યા બાદ આજે 5 મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અન્ય 6 અધિકારીઓની જમીન સરકારે અગાઉ જ પરત લઈ લીધી હતી. ડિમોલેશન દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ નોંધાયો ન હતો અને તમામ અધિકારીઓએ સરકારની કાર્યવાહીમાં સહકાર આપ્યો હતો. તત્કાલીન સમયે ફાળવાયેલી આ જમીન અંગે હાલ અનેક અધિકારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે, તો કેટલાક રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

App Store