VIDEO: નર્મદાના માંડણ ગામના તળાવમાં ન્હાવા પડેલ યુવકનું ડૂબી જવાથી કરૂણ મોત
સોર્સ : gstv
નર્મદા જિલ્લામાંથી એક દિલિધારી ઘટના સામે આવી છે. માંડણ ગામના તળાવમાં ન્હાવા પડેલા સંજય બાબર બારિયા નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય ગઈકાલે સાંજે માંડણ ગામના તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તે જાતે જ ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, ટીમ ત્યાં પહોંચે અને શોધખોળ કરે તે પહેલા જ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થઈ ચૂક્યું હતું. યુવકના આચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

