Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : The bus rammed into the depot becoming unruly, the passengers panicked

VIDEO: બસ બેકાબુ બનતા ડેપોમાં ઘૂસી, મુસાફરો ભયભીત

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોમાં આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે સાડા સાત વાગ્યે રાજપીપળાથી દાહોદ જતી એસટી બસને ડ્રાઈવર પ્લેટફોર્મ પર મુકવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક બસ પરનો કાબૂ ગુમાવતા બસ ડેપોની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે ડેપોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ડેપોના ભાગને નુકસાન પહોંચ્યું હતું. બસમાં રહેલા મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના બાદ બસ ડ્રાઈવર અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News