Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Program in Khedbrahma tomorrow on the issue of saving the Aravalli mountain

Narmada news: અરવલ્લી પર્વતમાળા બચાવવા મુદ્દે આવતીકાલે ખેડબ્રહ્મામાં જન સંમેલન, ચૈતર વસાવા સભા ગજવશે

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Narmada news: અરવલ્લી પર્વતમાળા બચાવવા મુદ્દે આવતીકાલે ખેડબ્રહ્મામાં જન સંમેલન, ચૈતર વસાવા સભા ગજવશે
સોર્સ : GSTV

અરવલ્લીના પહાડો બચાવવાના મુદ્દે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નેતૃત્વમાં મોટો કાર્યક્રમ યોજાશે. ચૈતર વસાવાએ જણાવ્યું કે વિકાસ અને રોડના નામે અરવલ્લીના પહાડોને ખાણ ખનિજ માટે આપવામાં આવી રહ્યા છે. 23 ડિસેમ્બરે જન સંમેલન યોજાશે અને આવતીકાલે ચિંતન સભામાં અરવલ્લી બચાવવા માટેના પગલાં અંગે ચર્ચા કરાશે.

App Store

 વિકાસના નામે લાખો વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ

હજારો લોકો કાર્યક્રમમાં જોડાશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવા મુજબ જંગલો ખનન માટે આપી રહી છે. પીએમ મોદીની “એક પેડ મા કે નામ” વાત સામે વિકાસના નામે લાખો વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.